આરટીઓ ભુજ દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ-કચ્છની અખબારી યાદી મુજબ અત્રેની કચેરીમાં ટુ-વ્હીલર, એલ.એમ.વી.કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો, થ્રી વ્હીલર પેસેન્જર વાહનો, Special vehicle/Construction Equipment વાહનોમાં અગાઉની સિરિઝમાં બાકી રહેલ ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી-ઓક્શન કરવામાં આવનાર છે.
ઇ-ઓક્શન પ્રક્રિયા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન તારીખ ૨૨/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે શરૂ થશે અને રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૨૪/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૨૪/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે થશે અને ઓકશન સમાપ્ત તારીખ ૨૬/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે થશે.
સુવર્ણ (ગોલ્ડન) નંબર માટે ફી ૨-વ્હીલર અને થ્રી વ્હીલર પેસેન્જર વાહન માટે રૂ. ૮૦૦૦ તથા અન્ય વાહનો માટે રૂ. ૪૦૦૦૦ રહેશે. જ્યારે રજત (સિલ્વર) નંબર માટે ફી ૨-વ્હીલર અને થ્રી વ્હીલર પેસેન્જર વાહન માટે રૂ. ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ. ૧૫૦૦૦ રહેશે.
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે પર નોંધણી, યુઝર આઇ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.