ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુરમાં
‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો
સરકારશ્રીની સૂચના મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં ૧૨માં તબક્કાનો બીજો સેવા સેતુ કાર્યક્રમ તા. ૧૩ ઓક્ટોબરના રોજ લોહાણા મહાજન વાડી, આદિપુર ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જુદી જુદી કામગીરી માટે નાગરિકોને ત્વરિત લાભ મળી રહે તે હેતુથી વિવિધ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ ૩૯૦ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં તમામ ૩૯૦ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ જનહિતલક્ષી કાર્યક્રમમાં ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દિવ્યાબેન નાથાણી, કમિશનરશ્રી બી.ડી. ડાવેરા, ડેપ્યુટી મેયરશ્રી નવીનભાઈ જરુ, સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેનશ્રી તેજશભાઈ શેઠ અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજયકુમાર રામાનુજ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, સત્તાપક્ષના નેતાશ્રી ભરતભાઈ મીરાણી, દંડકશ્રી સુરેશભાઈ ઘુઘા, અગ્રણીશ્રી કલ્પેશભાઈ પટેલ, મહામંત્રીશ્રી કુલદીપસિંહ ઝાલા તથા અન્ય ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પક્ષના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ લાભાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.