રાઈફલ શુટિંગ સ્પર્ધામાં મેડલ સાથે કચ્છના રાયફલ શુટરો ને સફળતા મળી

મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે ૧૭ ઓગષ્ટ થી ૨૬ ઓગષ્ટ દરમ્યાનનેશનલ રાયફલ એસોસિએશન તથા મધ્ય પ્રદેશ રાઇફલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સાતમી વેસ્ટ ઝોન રાયફલ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયેલ હતું. તેમાં ગુજરાતની રાઈફલ શુટિંગ ટીમમાં મૂળ કચ્છ સાંધવના સિધ્ધરાજસિંહ જાડેજાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઝોનલ કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, અને તે સાથે જ નવેમ્બર મહિનામાં ભોપાલ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ૬૩મી નેશનલ રાયફલ શૂટિંગ ચેમ્પિયનશિપ માટે ગુજરાત વતી ક્વોલિફાઇ થઈ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. સિધ્ધરાજસિંહ જાડેજાનું કરછ ગુજરાત તરફથી ગત માસમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું છે. તેઓ ૫૦ મીટર રાઇફલ, ૩૦૦ મીટર રાઇફલ અને ડબલ ટ્રેપ શોટગન એમ ત્રણેય શ્રેણીના રમતવીર છે. તેઓએ મધ્યપ્રદેશના મોહ શહેર ખાતે યોજાયેલ ર૮મી ઓલ ઇન્ડિયા જી.વી.માવલંકર બિગ બોર રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપ ૩૦૦ મીટર પુરૂષ વર્ગમાં ભાગ લઈ ગુજરાતની ટીમ વતી સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાની રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જાડેજાએ ૩ જી વડોદરા ડીરટ્રીક્ટ શોટગન શૂટીંગ ચેમ્પિયનશીપ સાવલી રેન્જ વડોદરા ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ તેમજ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવેલ છે. અમદાવાદ ખાતે ૯ જુલાઈ થી ૧૩ જુલાઈ દરમ્યાન યોજાયેલ ૫૫ મી ગુજરાત સ્ટેટ રાયફલ શૂટીંગ ચેમ્પિયનશીપમાં ૫૦ મીટર રાઇફલ પ્રોન (એન.આર.) વિભાગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આજ ચેમ્પિયનશિપમાં કચ્છના નીંલરાજસિંહ રાઠોડએ ૫૦ મીટર રાઇફલ પ્રોન જુનિયર (એન.આર. ) વિભાગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો સિધ્ધરાજસિંહ જાડેજા તેમજ નીંલરાજસિંહ રાઠોડને રાઇફલ શૂટિંગની થીયોરીટીકલ કોચિંગ પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કપિલસિંહ ઝાલા પાસેથી મેળવી હતી. ઝાલા છેલ્લા ઘણા વર્ષોથી કચ્છ વતી રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લે છે અને ૫૦ મીટર રાઇફલ તેમજ ૩૦૦ મીટર રાઇફલ શ્રેણીમાં નેશનલ રીનાઉન્ઠ શૂટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *