ગરબીમાંથી કેફીપીણું પીધેલા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહીક૨તી ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસ સ્ટેશનની શી-ટીમ

image

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ નવરાત્રી તહેવા૨ અનુસંધાને ગરબા રમવા આવતી સ્ત્રીઓ તથા બાળકીઓની સુરક્ષા તથા જરૂરી મદદ ક૨વા સારૂ જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય, જેથી શ્રી એમ.જે.રાઠોડ ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓએ તાબાના વુમન પોલીસ કર્મચારીઓની શી-ટીમની રચના કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાતી ગરબીઓમાં ટ્રેડીશનલ ડ્રેસમાં પેટ્રોલીંગ કરી અસામાજીક તત્વો ઉપર વોચ રાખવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શી-ટીમના વુમન પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલગ-અલગ ગરબી મંડળમાં પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન ત્રણ ઇસમો કેફીપીણું પીધેલી હાલતમાં ગરબીમાં પ્રવેશ ક૨વા જતા પકડી પાડી કાયદેસ૨ની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.