અલગ-અલગ મંદીરમાં થયેલ દાનપેટીના ચોરીના ગુનાને અંજામ આપતા આરોપી ને મુદ્દામાલ સાથે પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સુચના કરેલ હોઈ જે અનવ્યે શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર નાઓએ અંજાર વિસ્તારના મોડસર ગામમાં આવેલ નિજ મંદીરમાં દાનપેટીની ચોરીનો બનવા પામેલ હોઈ જે ગુન્હાની ગંભીરતા સમજી અને લોકોની ધાર્મિક લાગણી તથા આસ્થા વિષય હોય જેથી આ ગુન્હાને તાત્કાલીક શોધી કાઢવા પોતે જાતે રસ દાખવી અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સદર ગુન્હાને શોધવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસો અંજાર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ટેકનીકલ તેમજ હ્યુમનસોર્સથી બાતમી હકીકત મળેલ કે, અગાઉ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડસર ગામમા આવેલ નિજ મંદિરમાં દાનપેટી ચોરી થયેલ હોય તે ચોરીઓને અંજામ આપનાર ચોર ઈસમ ફરી વખત ચોરી કરવાના ઇરાદે હાલે અંજાર ટાઉન ખાતે હાજર હોય તેવી સચોટ અને ચોક્કસ બાતમી મળતા જે હકિકત આધારે એક ઇસમને પકડી પાડી સદર મંદીર ચોરી બાબતે ઉંડાણપુર્વક યુડતિ-પ્રયુકૃતિથી પુછપરછ કરતા મજકુર રશીદ ઉર્ફે વલો દેશર સમા રહે.નાના દિનારા તા.ભુજ નાઓએ કબુલાત આપતા જણાાવેલ કે પોતે આજથી આશરે આઠ દિવસ પહેલા સલીમ જુણશ સમા રહે.નાના દિનારા તા.ભુજ તથા હડીમ ઈબ્રાહીમ સમા રહે.નાના દિનારા તા.ભુજ હાલ રહે.માધાપર વાળાઓ બજાજ કંપનીનુ ડિસ્કવર મોટર સાયકલ ગાડી લઈ મોડી રાતના જરૂગામમાં આવેલ અલગ-અલગ મંદિરોમાં ચોરીઓ કરેલ તેમજ મોડસર ગામમાં નિજ મંદિરમાંથી દાન પેટીની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોય તેઓને સદર મંદીરોની દાનપેટી ચોરી કરેલ મુદામાલ બાબતે પુછતા રોડ રૂપયા તેઓ ત્રણએ ઈસમે ભાગ પાડી લીધેલ હોવાની હકિકત જણાવતા આરોપીને સાથે રાખી સદર ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરી મજકુર આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.