ભચાઉ પો.સ્ટે.ના અપહરણના ગુનાના આરોપીઓને પાડતી ભચાઉ પોલીસ

મ્હે.પોલીસ મહાનીરીક્ષકશ્રી,ચિરાગ કોરડિયા સાહેબ,બોર્ડર રેન્જ, ભુજ કચ્છ, તથા પોલીસ અધિક્ષકશ્રી,સાગર બાગમાર સાહેબ,પૂર્વ-કચ્છ (ગાંધીધામ),તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સાગર સાંબડા સાહેબ,ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટડાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે.
ગઈ તા.૧૦/૧૦/૨૦૨૬ ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૯૬૫/૨૦૨૬ બી.એન. એસ.ડલમ ૧૪૦(૩),૧૧૫(૨),૨૯૬(બી),૩૫૧(૩),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ થતા ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરથી નાઓએ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપીઓ (૧)૨જાક ગુલામ રસુલ રાયમા ઉ.વ.૩૭ રહે.શાંતીનગર પ્લોટ વિસ્તાર દાતાર હાઉસ સામખીયારી તા.ભચાઉ-કચ્છ તથા (૨) ઇસ્માઇલ ઉર્ફે જાવેદ મામદ રાઉમા ઉ.વ.૪૧ ૨હે. રાઉમાવાસ મોરગર તા. ભચાઉ- કચ્છ તથા (૩) હનીફ જુસબ રાઉમા ઉ.વ.૪૧ ૨હે. દાણવા દાદા વાસ લાકડીયા તા. ભચાઉ- કચ્છ તથા (૪) ફિરોજ જાનમામદ રાઉમા ઉ.વ.૩૬ રહે.દાતાર નગર સામખીયારી તા. ભચાઉ-કચ્છ વાળાઓને ગુના કામે ઉપયોગમાં લીધેલ સ્કોરપીયો ગાડી રજી.નં-GJ-39.CD-5651 વાળી સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.