ભા૨તીય બનાવટના અંગ્રેજી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સામખીયારી પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપારને નેસ્તનાબુદ ક૨વા તથા પ્રોહિબીશનના મહત્તમ કેશો ક૨વા સુચના આપેલ હોઈ જે અન્વયે
શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ
શ્રી જે.એમ.ઝાલા પોલીસ ઈન્સ્પેકટર સામખીયારી પોલીસ સ્ટેશન તથા સામખીયારી પોલીસ સ્ટાફની ટીમ માળીયા-સામખીયારી નેશનલ હાઇવે ૫૨ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન જુના કટારીયા બ્રીજ ઉપરથી એક શંકાસ્પદ સફેદ કલરની ક્રેટા ગાડી નિકળેલ જેને રોકવાનો પ્રયાસ ક૨તા રોકેલ નહી જેથી સદર કા૨નો પીછો કરતા તે ક્રેટા ગાડીનો ચાલક હાઇવે ઉપર આવેલ શ્રી ક્રિષ્ના ગૌશાળાની દિવાલે મુકી ગાડીમાંથી નીચે ઉતરી ટ્રાફિક તથા અંધારાનો તથા રોડની બાજુમાં આવેલ બાવળની ઝાડીનો લાભ લઈ ભાગી ગયેલ જેનો પીછો કરતા પકડાયેલ નહી અને અંધારામાં નાસી ગયેલ જે બાદ આ સફેદ કલરની ક્રેટા ગાડી જે ગાડીના રજી. નંબર જોતા નંબર જીજે-૩૯-સી.એ.-૦૧૨૮ વાળીની તલાશી ક૨તા તેમાંથી ગે.કા. રીતે નીચે જણાવ્યા મુજબનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવેલ જે અંગે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.