સામખીયારી પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ.
જેથી પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા એલ.સી.બી.નાઓએ પ્રોહીબીશન ની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી જીલ્લામાં ચાલતી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર સતત વોચ રાખવામાં આવેલ. તે દરમ્યાન એલ.સી.બી ની ટીમ સામખીયારી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે એક સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી રજી.નં.જીજે-03-પીડી-૯૯૧૬ વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી માળીયા થી સામખીયારી તરફ આવનાર છે.જેથી એલ.સી.બી. ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી સામખીયારી-માળીયા હાઇવે પર વોચમાં રહી ઉપરોક્ત ફોર્ચ્યુનર કારને ચાલક સાથે પકડી પાડી ઝડતી તપાસ કરતા ગાડીમાંથી નીચે જણાવ્યા મુજબનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સામખીયારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ छे.