મોડવદર-જવાહરનગર બ્રિજ વચ્ચે ટ્રકે હડફેટમાં લેતાં એક મોત

મોડવદરદ તથા જવાહરનગર બ્રિજ વચ્ચે માર્ગની સફાઈ કરાવતા સુપરવાઈઝર ઉગમશી બાવાભાઈ વાઘેલાને ટ્રકે હડફેટમાં લેતાં તેમનું મોત થયું હતું.સામખિયાળી ટોલપ્લાઝામાં સિવિલ સુપરવાઈઝર તરીકે કામ કરનાર ઉગમશીભાઈ ગત તા. 14/10ના સવારે મોડવદર-જવાહરનગર બ્રિજ વચ્ચે સફાઈનું કામ કરાવી રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ કર્મચારીએ માર્ગ પર સુરક્ષા રાખી સ્લો લેનમાં સફાઈ કરાવી રહ્યા હતા ત્યારે ગાંધીધામ બાજુથી આવતી ટ્રકએ આ કર્મીને હડફેટમાં લઈ બોલેરોમાં ટ્રક ભટકાવી હતી જેમાં ઘવાયેલા સુપરવાઈઝરને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ટ્રકચાલક સામે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી