ખેંગારપરમાં તાજા જન્મેલાં બાળકની લાશ કેનાલમાં તરતી મળી
રાપર તાલુકાના ખેંગારપર ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી નવજાત શીશુ મૃત હાલતમાં તરતું મળી આવતાં ભારે ચકચાર પ્રસરી છે.મળતી માહિતી મુજબ ખેંગારપરમાં રહેનાર ખેડૂત અને બનાવના ફરિયાદી ગામમાં હતા દરમ્યાન પ્રભુ કરશન વરચંદએ ફોન કરી નર્મદા કેનાલમાં નળને અટકેલાં તાજા જન્મેલાં બાળકની લાશ પડી હોવાની વાત કરતાં ફરિયાદી યુવાન ત્યાં દોડી જતાં નર્મદા કેનાલમાં તાજા જન્મેલાં બાળકની લાશ તરતી મળી આવી હતી જેથી પોલીસને જાણ કરાતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને લાશને ફોરેન્સિક પી.એમ. કરાવવા માટે જામનગર મોકલી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.