નખત્રાણા તાલુકામાં ફટાકડાંના વેચાણ માટે હંગામી લાયસન્સની અરજીઓ મંગાવાઈ

આગામી દિવાળીના પર્વ દરમ્યાન અંજાર શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાના રહે છે. આ માટે જેઓ હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓએ આ મામલતદાર કચેરી અંજાર માંથી નિયત અરજી ફોર્મ મેળવી, નિયત નમુનાનું સોગંદનામુ. નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સાથેની ધોરણસરની અરજી મામલતદાર કચેરી અંજાર ખાતે તા.૨૫/૧૦/૨૦૨૬ સુધીમાં કચેરી સમય દરમ્યાન જમા કરાવવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી તેમ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર,અંજારની અખબારી યાદીમાં જણાવાયું છે.
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મુંદરા દ્વારા જણાવ્યા પ્રમાણે દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે મુંદરા અને માંડવી સબ ડીવીઝનલ વિસ્તારમાં હંગામી ફટાકડા પરવાનો મેળવવા ઇચ્છતા અરજદારોએ કચેરી કામકાજના સમય દરમ્યાન ( જાહેર રજાના દિવસો સિવાય ) નિયત નમુનાનું અરજી ફોર્મ AE-5 મામલતદાર કચેરીએથી મેળવી નીચેની વિગતો સાથે સબંધિત મામલતદાર કચેરીમાં મોડામાં મોડા તા.૨૫-૧૦-૨૦૨૬ સુધીમાં રૂબરૂમાં રજૂ કરવા જણાવવામાં આવે છે.
નિયત નમૂનાનું અરજી ફોર્મ પુરતી વિગતો સાથે ભરીને ચાર નકલ સબંધિત તાલુકાના જનસેવા કેન્દ્રમાં રજૂ કરવાનું રહેશે. હંગામી ફટાકડા પરવાનાની ફી પેટે રૂ.૧૦૦૦/- “૦૦૭૦ અન્ય વહીવટી સેવાઓ” સદરે જમા કરાવી અસલ ચલણ રજુ કરવાનું રહેશે. જગ્યાની માલિકીના આધાર રજૂ કરવાના રહેશે. જો જગ્યા ભાડાની હોય તો ભાડા ચીઠ્ઠી રજુ કરવાની રહેશે. (ચાર નકલમાં) માગણીવાળી જગ્યાનો બ્લ્યુ પ્રિન્ટ નકશો પ્લાન ચાર નકલમાં રજુ કરવાનો રહેશે. જેમાં દુકાનનું ક્ષેત્રફળ, સ્ટોરેજ કેપેસીટી, એપ્રોચ રોડ, ચારેબાજુની સ્થળ સ્થિતી. વિજળીનું ફીટીંગ વિગેરેની વિગતો ચાર નકલમાં રજુ કરવાની રહેશે.
અરજદારશ્રીના અરજી ફોર્મની પ્રથમ નકલ પર કોર્ટ ફી સ્ટેમ્પ તથા અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે. હંગામી ફટાકડા પરવાનો મંજુર થાય તો રજી.પો.એ.ડી.થી મોકલી આપવામાં આવશે અથવા કોઇ કારણસર રજી.એ.ડી.શક્ય ન બને તો અરજદારશ્રીએ મોડામાં મોડું તા.૦૨/૧૧/૨૦૨૬ સુધી જાતે જ મેળવી લેવાનો રહેશે. નિયત સમય મર્યાદા બહાર મળેલ તથા અધુરી વિગતવાળી અરજી ઉપર કોઇ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમજ પરવાનો મેળવવા હકદાર ગણાશે નહીં.