ત્યજી દીધેલ નવજાત શીશુ (બાળક) ના ગુના ના આરોપી શોધી કાઢતી રાપર પોલીસ

image

સ્ટેશન ગુ.૨.ન.૧૧૯૯૩૦૧૦૨૬૦૫૪૪/૨૦૨૬ ભા૨તીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ – ૯૪,૯૧, ૫૪ મુજબ નો ગુનો દાખલ હોય જેમા રાપર તાલુકા ના ખેંગારપર ગામ ની સીમમા આવેલ નર્મદા કેનાલ માથી એક તાજુ જન્મેલ નવજાત શીશુની લાશ મળી આવેલ હોય, આ ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલવા તથા આરોપીઓને પકડી પાડવા માટે મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી.ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓ તરફ થી જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર શ્રી આર.એલ.ખટાણા નાઓએ આ ગુના કામેના આરોપીઓને પકડી પાડવા જરૂરી એકશન પ્લાન બનાવી ટેકનીકલ એનાલીસસ તથા હ્યુમન સોર્સીસ ના આધારે આરોપીઓ (૧) રામજીભાઈ રમણભાઈ કોલી ઉ.વ.૨૯ ૨હે-નારણપર તા.રાપર તથા (૨) મનજીભાઈ રમણભાઈ કોલી ઉ.વ.૨૮ ૨હે-નારણપર તા.રાપર તથા (૩) કાંતાબેન હોથીભાઈ રાઠોડ રહે-નારણપર તા.રાપર કચ્છવાળાઓને પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી ક૨વામાં આવેલ છે.