દિલ્લીથી પણ વધારે પ્રદૂષિત બન્યું મુંબઈ , દુનિયામાં 5માં નમબર ઉપર

image

મુંબઈ દુનિયાનું પાંચમું અને ભારતનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે. હવાની ગુણવત્તા ઉપર ધ્યાન રાખતી વૈશ્વિક સંસ્થા આઈક્યુએરના રિપોર્ટ મુજબ ચોમાસા દરમિયાન ઓછા વરસાદ બાદથી મુંબઈમાં સતત ભારે ગરમી અને ભેજયુક્ત વાતાવરણ બની રહ્યું છે. જેની અસર શહેરની હવાની ગુણવત્તા ઉપર પડી રહી છે. અમેરિકી સંસ્થા આઈક્યુએરએ જણાવ્યું છે કે ગુરૂવારે મુંબઈમાં એક્યુઆઈ 152 રહ્યું હતું. હવાની આ સ્થિતિ સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ વર્તમાન સમયે મુંબઈમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ જમીન નજીક રહેલો ઓઝોન ગેસ છે. ચોમાસું સમય પહેલા પરત ફર્યા બાદ મુંબઈમાં તાપમાન સામાન્ય બનેલું છે. ચાલુ મહિને ત્રણ વખત શહેરમાં ઓછામાં ઓછા 10 વર્ષના સૌથી ગરમ દિવસ નોંધાયા છે. ઘણા દિવસ સુધી મુંબઈનું તાપમાન સામાન્યથી 4-5 ડિગ્રી વધારે રહ્યું હતું. ભારતીય વિજ્ઞાન સંસ્થાનના નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ગુફરાન બેગે કહ્યું હતું કે, ચાલુ વર્ષે મુંબઈમાં અલ નીનો જેવી જળવાયુ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે હવાની રફતાર ધીમી પડી છે અને તાપમાન સતત વધી રહ્યું છે. આ કારણે જ પ્રદૂષણનું સ્તર પણ વધારે બની રહ્યું છે.