હવામાં ફ્લિપ મારીને જમીન પર લેન્ડ થઇ ‘ઉડતી કાર’

એલન મસ્કની કંપની ટેસ્લાએ શુક્રવારે હવામાં ઊડતી કારનું નિદર્શન કરાવ્યું હતું. કાર હવામાં ઊડી, હવામાં જ પલટી અને પછી જમીન પર સુરક્ષિત ઊતરી હતી. આ રોડસ્ટર સેકંડ જનરેશન કારમાં રોકેટમાં ઉપયોગમાં લેવાતાં થ્રસ્ટર્સ લગાવાયાં છે, જેની મદદથી કાર ઊલટી થઈને ચાલી શકે છે તો હવામાં ફરી પણ શકે છે. ખાસ વિશેષતા એ છે કે, આ કાર માત્ર 0.81 સેકંડમાં 97 કિ.મી. પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. કારનું નિર્માણ 2028માં શરૂ થશે. મસ્કે આ કાર ટેસ્લા અને સ્પેસ એક્સના ઈજનેરોએ સાથે મળીને કરેલી મહેનતનું પરિણામ લેખાવી હતી.