પવનચક્કીમાંથી રૂા. 1.42 લાખના વાયરની ચોરી:ચુનડી 

ભુજ તાલુકાના ચુનડીની સીમમાં પવનચક્કીમાંથી રૂા. 1,42,500ના વાયરની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઈ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે ગઈકાલે માનકૂવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 15/10ના રાતના બેથી ચાર વાગ્યા દરમ્યાન ચુનડીની સીમમાં આઈનોક્ષ કંપનીની પવનચક્કી ઉપરથી કોપર વાયર આશરે 175 મીટર કિં. રૂા. 52,500 તથા એલ્યુમિનિયમ વાયર આશરે 900 મીટર જેની કિં. રૂા. 90,000 એમ કુલે રૂા. 1,42,500ના વાયરની ચોરી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.