મોટા દિનારામાં ગૌમાંસ સાથે બે ઈસમ ઝડપાયા

image

ભુજ તાલુકાના સરહદી વિસ્તાર મોટા દિનારામાંથી 20 કિલો જેટલા ગૌમાંસ સાથે બે ઈસમો ખાવડા પોલીસે ઝડપી પાડયા છે, જ્યારે આ કામના અન્ય એકને ઝડપવા ચક્રો ગતિમાન  કર્યાં છે.સૂત્રો પરથી મળતી માહિતી મોટા દિનારા ગામમાંથી 20 કિલો જેટલા ગૌમાંસ સાથે ગામના ને ખાવડા પોલીસે ઝડપી પાડયા હતા. આ કામના અન્ય આરોપી મોટા દિનારાના નામ ખૂલતાં તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. ત્રણે વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ એમ. બી. ચાવડા, પીએસઆઈ બી. એ. ડાભી, એએસઆઈ રવજીભાઈ જે. સાંબડ, હે.કો. મહેશભાઈ જે. પરમાર, ભરતભાઈ વી. ચૌધરી, કોન્સ. રઘુવીરસિંહ આઈ. જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, નારણસંગ ઝાલા, મહિલા કોન્સ. ક્રિષ્નાબેન સોલંકી જોડાયા હતા.