SOSના અસહાય બાળકો સાથે અમાનુષી કૃત્ય કરનારી `મધર’ ઝડપાઈ

image

ભુજોડી બ્રિજ પાસેના એસઓએસ ચિલ્ડ્રન વિલેજના અસહાય બાળકોને ઢોરમાર મારી તથા માનવમળ ફેંકવાના ચકચારી અમાનુષી કૃત્યની આરોપી સંસ્થામાં જે-તે સમયે મધર તરીકે ફરજ બજાવતી ની માધાપર પોલીસે દિલ્હીથી રાઉન્ડઅપ કરી અટક કરી છે.સૂત્રો પરથી મળતી માહિતી આ ચકચારી ઘટનાની વિગતો મુજબ થોડા દિવસો પૂર્વે જિલ્લા બાળસુરક્ષા એકમ, કચ્છ-ભુજના જિલ્લા બાળસુરક્ષા અધિકારી વિપુલકુમાર ડોરિયા દ્વારા માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી, જેમાં ભુજોડી ઓવરબ્રિજ નજીકના એસઓએસ ચિલ્ડ્રન વિલેજમાં મે-2026 દરમિયાન સંસ્થામાં મધર તરીકે ફરજ બજાવતા દ્વારા નાના અને અસહાય બાળકોને નાની-નાની બાબતોમાં અમાનુષી રીતે માર મારવામાં આવતો હતો અને ગંદી ગાળો અપાતી હતી. ક્રૂરતાપૂર્વક માનવમળ બાળકોનાં મોઢાં પર ફેંકી અત્યંત ઘૃણાસ્પદ કૃત્યુ આચર્યું હતું. માધાપર પોલીસે આ ફરિયાદ દાખલ કરી તપાસ પી.આઈ. એ. કે. જાડેજાએ હાથ ધરીને માધાપર પોલીસની ટીમને દિલ્હી મોકલીને આરોપી ને ત્યાંથી રાઉન્ડઅપ કરી તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.