ક્રીકમાંથી પાકિસ્તાનનું સાત વર્ષીય બાળક ઝડપાયું
છેલ્લા ત્રણ-ચાર દિવસથી લખપતના ક્રીક વિસ્તારમાં એક પાકિસ્તાની ઘૂસણખોર બોટ સાથે ઝડપાયા બાદ બીજી બોટ પણ મળી આવતાં સીમા સુરક્ષા દળે સઘન સર્ચ ઓપરેશન આદરતાં એક સાત વર્ષીય પાકિસ્તાની બાળક મળી આવ્યું છે.સૂત્રો પરથી મળતી માહિતી શુક્રવારે એક પાકિસ્તાની ઘૂસણખોર ને બોટ સાથે ઝડપી પાડયો હતો. આ શખ્સ પાસેથી કોઇ આપત્તિજનક સામગ્રી મળી ન હતી. દરમ્યાન, બીએસએફ દ્વારા સઘન સર્ચ ઓપરેશનમાં એક બોટ મૂકીને માછીમારો સામેપાર ભાગી ગયા હતા. દળના તલાશી અભિયાન દરમ્યાન એક સાત વર્ષનું પાકિસ્તાનનું બાળક મળી આવતાં દળે પોતાની સુરક્ષા હેઠળ રાખ્યું હોવાની વિગતો મળી છે.