ક્રૂડની આગમાં દાઝ્યું ભારતીય શેરબજાર

image

રૂપિયાની કમજોરી અને બીજીબાજુ ક્રૂડ ઓઈલનાં ભાવમાં લાગેલી આગથી ભારતીય શેરબજાર દાઝી ગઈ હતી.સૂત્રો પરથી મળતી માહિતી ભારતીય શેરબજારનાં પ્રમુખ સૂચકઆંક નિફ્ટી અને સેન્સેક્સમાં મોટા નુકસાન નોંધાયા હતાં. જેમાં એનએસઈનાં નિફ્ટીમાં 257 પોઈન્ટ નો ઘટાડો થયો હતો અને 22888.95નાં સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે બીએસઈનો શેરઆંક સેન્સેક્સ 876 પોઈન્ટ એટલે કે,  1.17 ટકા ઘટીને 73852.90 અંકનાં સ્તરે બંધ થયો હતો. જેનાં હિસાબે રોકાણકારોની મૂડીમાં આજે 4 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું હતું. લગભગ તમામ ક્ષેત્રોનાં શેરો દબાણમાં રહ્યાં હતાં અને ક્ષેત્રીય સૂચકઆંકો લાલ નિશાને બંધ થયા હતાં. એકમાત્ર સાર્વજનિક ક્ષેત્રની બેન્કનો આંક લીલા નિશાન સાથે બંધ આવ્યો હતો. ખાનગી બેન્કોમાં કમજોરી, અપેક્ષાથી ઓછી આવક અને સતર્ક વૈશ્વિક માહોલનાં કારણે બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળેલી મજબૂતીની નફાવસૂલી પણ થઈ હોય તેવું શક્ય છે. જેમાં સૌથી વધુ ગાબડાં પડયા તેવા શેરોમાં એક્સિસ બેન્ક, તાતા મોટર્સ, બજાજ ફાયનાન્સ, ટ્રેંટ અને ઈન્ફોસિસ સામેલ હતાં. જ્યારે જેએસડબલ્યૂ સ્ટીલ, આયશર મોટર્સ, એસબીઆઈ, અદાણી પોર્ટ્સ અને ઓએનજીસીમાં સુધારા દેખાયા હતાં. હજી પણ આવનારા દિવસોમાં બજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે. ઓઈલનાં ભાવ અને મુદ્રાની સ્થિરતા ઉપર બજાર હવે વધુ નિર્ભર રહેવાની છે. બ્રેંટ ક્રૂડ ઓઈલ આ લખાય છે ત્યારે 108.5 ડોલર પ્રતિ બેરલે કારોબાર કરતો હતો. જેનાં હિસાબે આયાતી મોંઘવારી અને કંપનીની પડતર વધવાની ચિંતાઓ છવાયેલી છે. બીજીબાજુ સતત સાતમા કારોબારી સત્રમાં રૂપિયામાં થોડી મજબૂતી જોવા મળી હતી. શરૂઆતે 74.8 ડોલરને સ્પર્શ કર્યા બાદ તે 74.95નાં સ્તરે આવી ગયો હતો. આરબીઆઈનાં આંકડા અનુસાર 9 ઓક્ટોબરે સમાપ્ત સપ્તાહે વિદેશી મુદ્રા ભંડાર 8.6 અબજ ડોલર ઘટીને 726 અબજ ડોલર થઈ ગયો હતો. સપ્ટેમ્બરની શરૂઆતથી તેમાં 60 અબજ ડોલરનો ઘટાડો થયો છે. કોમોડિટી બજારની વાત કરવામાં આવે તો 24 કેરેટ સોનાનો ભાવ 148085 ઉપર લગભગ સ્થિર જોવા મળ્યો હતો. તો ચાંદી સુધારા સાથે 211351નાં સ્તરે હતી.