મુંદરાના ચકચારી ખૂની ખેલમાં હથિયારો-વાહનો કબજે કરાયા

ગઇકાલે સાંજે મુંદરાના ચકચારી ખૂની ખેલમાં પોલીસે હત્યામાં વપરાયેલાં હથિયારો તથા બે વહાન કબજે લીધાં છે. આ પ્રકરણમાં બંને તરફે હત્યાની ફરિયાદો નોંધાઇ છે. ગઇકાલે સાંજે અનૈતિક પ્રેમસંબંધની શંકામાં થયેલી હિંસક અથડામણમાં મુંદરાના યુવક (42) અને આદિપુરના યુવાન નું મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવાન ઘાયલ થતાં હાલે હોસ્પિટલમાં સારવાર તળે છે. આ ચર્ચાસ્પદ બનાવ અંગે મૃતક ના આરોપી અને બે યુવકો વિરુદ્ધ , જ્યારે આરોપી (મૃતક) વિરુદ્ધ હત્યા અંગેની મુંદરા પોલીસ મથકે વિગતે ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે બંને હત્યા અંગેના ગુના નોંધી તપાસ હાથ ધરી છે. તપાસકર્તા મુંદરાના પીઆઇ એમ. આર. નો સંપર્ક કરતાં આ હત્યા પ્રકરણમાં વપરાયેલાં હથિયાર છરી-ચપ્પુ તથા બે વાહન સ્પલેન્ડર અને સ્કૂટર-જ્યુપિટર કબજે લેવાયા છે. આ ઉપરાંત વિવિધ દિશામાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.