ત્રગડીમાં રૂા. 30.58 લાખનો શરાબ જપ્ત

માંડવી તાલુકાના ત્રગડીમાં lcb સપાટો બોલાવી કુખ્યાત બુટલેગર ના ઘાસ ગોદામમાં છુપાવેલો રૂા. 29 લાખનો શરાબ ઝડપી પાડયો હતો. આ ઉપરાંત અન્ય ટીટીના મકાનના ગુપ્ત રૂમમાંથી 1.58 લાખનો શરાબ પકડી પાડયો હતો. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમને પેટ્રોલિંગ તથા વોચ દરમ્યાન બાતમી મળી કે, અન્ય લોકો સાથે મળી તે મીઠા પોર્ટ તરફ જતા રસ્તા પર આવેલી પોતાની કબજા-ભોગવટાની ત્રગડી સીમની વાડીમાં ઘાસના ગોદામમાં છૂપો રૂમ બનાવી તેમાં રાજ્ય બહારથી ગેરકાયદે રીતે શરાબનો જથ્થો મગાવી છુપાવી રાખ્યો છે. આ બાતમીનાં પગલે દરોડો પાડતાં અલગ-અલગ બ્રાન્ડની શરાબની નાની-મોટી 7800 બોટલ જેની કિં. રૂા. 29,00,136 મળી આવતાં જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા દરમ્યાન આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. આ કામના મુખ્ય આરોપી યુવક નું ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે.દારૂ સંબંધિત તેના ઉપર વિવિધ પોલીસ મથકોએ કુલ્લ મળીને 42 ગુના દાખલ થયેલા છે. તેમજ અન્ય 3 જણ ઉપર ગુનાઓ દાખલ છે. આ દરોડા ઉપરાંત પણ એલસીબીએ બાતમીના આધારે આરોપી નાં મકાનની બાજુમાં પતરાંના શેડવાળી ઓરડીની બાજુમાં એક ગુપ્ત રૂમ પર દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી શરાબની બોટલ નંગ-396 કિં. રૂા. 1,28,304 તથા બિયરના ટીન નંગ 238 કિં. રૂા. 29,750 એમ કુલ્લે રૂા. 1,58,054નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. દરોડા દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો. આ કામગીરીમાં એલસીબીના પી.આઇ. પીએસઆઇ , તથા અન્ય સભ્ય જોડાયા હતા. – 16.70 લાખના શંકાસ્પદ ચોખા સાથે ટ્રક-ટ્રેઈલર ઝડપાયા : એલસીબીના શરાબના દરોડાની કાર્યવાહી દરમ્યાન જ બાતમીના આધારે ત્રગડીથી મીઠા પોર્ટ તરફ જતા કાચા રસ્તા પર દરોડો પાડતાં એક ટ્રેઈલર (ટ્રોલી સહિત) જેની કિં. રૂા. 20 લાખ તથા આઇવા ટ્રક જેની કિં. રૂા. પાંચ લાખ આ બંને વાહનમાં ચોખાની 50 કિલોની બોરીઓ નંગ 835 કિં. રૂા. 16,70,000 મળી આવ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસને જોઇ આરોપીઓ નાસી છૂટયા હતા. એલસીબીએ તમામ મુદ્દામાલમાં કલમ 106 મુજબ તપાસ અર્થે કબજો કરવામાં આવ્યો છે.