ભુજ પાસે રેતી માફિયાનો હુમલો: ફ્લાઈંગ સ્ક્વૉડ પર પાવડા વીંઝ્યા, ટ્રક પલટી

ભુજની ભાગોળે નાગોર-ત્રંબો રોડ પર ફ્લાઈંગ સ્ક્વૉડ ચેકિંગ કરી રહી હતી. દરમિયાન એક ટ્રકમાંથી ગેરકાયદે રેતી ખાલી થતી જોવા મળી. ટીમે રોકવાનો પ્રયાસ કરતા ટ્રકચાલક અને સાગરિતોએ પાવડાથી હુમલો કરી દીધો.
પોલીસથી બચવા ટ્રકને ભગાડવામાં આવી. અતિશય ઝડપે ટ્રક પલટી મારી ગઈ. હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા. પોલીસે ટ્રક કબ્જે કરી તપાસ શરૂ કરી છે.