ચોરી”ના ગુના કામેના છેલ્લા દસ માસ થી નાસતા ફરતા આરોપી ને વડોદરા મધ્યે થી પકડી પાડતી રાપર પોલીસ

મહે.શ્રી ડી.જી.પી.સાહેબ તથા મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી.ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ,ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓ તરફ થી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે રાપર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.એલ.ખટાણા નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જરૂરી એક્શન પ્લાન બનાવી ટેકનીકલ એનાલીસસ તથા હ્યુમન સોર્સીસ ના આધારે “ચોરી”ના ગુના કામે ના નાસતા ફરતા આરોપી હિતેશભા રામભા ગઢવી ઉ.વ.30 રહે-ચિભડા તા.દિયોદર તા.વાવ થરાદ વાળા ને વડોદરા ખાતે થી પકડી પાડી આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.