ITI અંજાર ખાતે વિશાખા ગાઈડલાઈન્સ અને POSH અધિનિયમ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અંતર્ગત
તા. ૦૯-૧૦-૨૦૨૬ના રોજ ITI, અંજાર ખાતે વિશાખા ગાઈડલાઈન્સ અને POSH
અધિનિયમ, ૨૦૧૩ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ITIના ઇન્ચાર્જ આચાર્યશ્રી
રોહિતભાઈ નાઈ અને સ્ટાફ, તથા DHEW ટીમ સહિત કુલ ૬૩ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
કાર્યક્રમ દરમિયાન DHEWના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટરશ્રી ફોરમબેન વ્યાસ દ્વારા કાર્યસ્થળે
મહિલાઓની જાતીય સતામણી નિવારણ અધિનિયમ, ૨૦૧૩ અંતર્ગત કાર્યસ્થળની વ્યાખ્યા,
જાતીય સતામણીના વિવિધ પ્રકારો, ફરિયાદ કરવાની પ્રક્રિયા તથા મહિલાઓના કાનૂની અધિકારો
અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાયબર સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ
વિભાગની વિવિધ યોજનાઓ, જનરક્ષક પ્રોજેક્ટ ૧૧૨, SHe-Box પોર્ટલ પર કાર્યસ્થળે જાતીય
સતામણી અંગે ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય, પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તથા ફરિયાદ
નોંધાયા બાદ સંબંધિત સત્તાધિકારી દ્વારા કઈ પ્રક્રિયા અને કાર્યવાહી કરવામાં આવે છે, તે અંગે પણ
ઉપસ્થિત સહભાગીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.વધુમાં, જાતિગત ભેદભાવ દૂર
કરવા માટે લોકમાનસિકતામાં પરિવર્તન લાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોઈ
પણ કાર્યને ચોક્કસ જાતિ સાથે જોડવાની માનસિકતા દૂર કરી સમાનતા અને સમાન તકની ભાવના
કેળવવાની શરૂઆત દરેક વ્યક્તિએ પોતાનાથી કરવી જોઈએ તેમ સમજાવવામાં આવ્યું હતું.
આ જાગૃતિ કાર્યક્રમનો હેતુ મહિલાઓ અને વિદ્યાર્થિનીઓમાં કાનૂની જાગૃતિ વધારવા, કાર્યસ્થળે
સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણનું મહત્ત્વ સમજાવવા તથા પોતાના અધિકારો અને સુરક્ષા
પ્રત્યે જાગૃત બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
કાર્યક્રમમાં DHEWના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટરશ્રી ફોરમબેન વ્યાસ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી
દીપ્તીબેન ઠક્કર, SFL શ્રી ક્રિષ્નાબેન ભુડિયા તથા ITIના આચાર્યશ્રી અને શિક્ષિકાઓ ઉપસ્થિત
રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન DHEWની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે ITIના
શિક્ષકશ્રી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.