ભુજ(ગ્રામ્ય) વિસ્તારમાં દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ મેળવવા મામલતદારશ્રીની કચેરીએ અરજી કરવાની રહેશે

આગામી દિવાળીના પર્વને અનુલક્ષીને ભુજ ગગ્રામ્ય વિસ્તારોમાં બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે વહીવટી તંત્ર દ્વારા હંગામી લાયસન્સ ઈશ્યૂ કરવામાં આવનાર છે. જેઓ ફટાકડા વેચાણ માટેનું હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓએ મામલતદારશ્રીની કચેરી ભુજ (ગ્રામ્ય)માંથી નિયત અરજી ફોર્મ મેળવી,નિયત નમૂનાનું સોગંદનામું, નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સાથેની સંપૂર્ણ વિગતો દર્શાવતી ધોરણસરની અરજી તા.૨૫/૧૦/૨૦૨૬ સુધીમાં કચેરી સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કોઈપણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ લોકોએ નોંધ લેવા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ભુજ(ગ્રામ્ય)ની અખબારી યાદીમાં જણાવાયું છે