સોશિયલ મીડિયા પર લાગણી દુભાવવા અંગે ગુનો દર્જ:મેઘપર (કું.)

સોશિયલ મીડિયા પર સમાજની લાગણી દુભાય તેવી કોમેન્ટ કરતાં તેમજ ફોનનું રેકોર્ડિંગ વાયરલ કરી તથા ધમકી આપવાના બનાવમાં અંજાર પોલીસે બે લોકો સામે ગુનો દર્જ કર્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી ગાંધીધામના ગણેશનગરમાં રહેનાર ફરિયાદી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા હતા, જે પોસ્ટમાં રામજી મારૂ તથા માવજી જેપાર સમાજની લાગણી દુભાય તેવી કોમેન્ટ કરતા હતા, જે અંગે ફરિયાદીએ ને ફોન કરતાં ફોનમાં ઈષ્ટદેવ વિશે બોલી લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારી તે રેકોર્ડિંગ વાયરલ કરાયું હતું. આ અંગે આરોપીના ઘરે સમાજના આગેવાનો તથા ફરિયાદી સમજાવટ કરવા જતાં ત્યાં ફરિયાદી, સાહેદોને મારી નાખવાની ધમકી તથા ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી અપાઈ હતી. આ બનાવ અંગે અંજાર પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.