ભુજમાં યુવાને ફાંસો ખાઇ આપઘાત કર્યો

અહીંના ભીમરાવનગરમાં 36 વર્ષીય યુવાન એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો.સૂત્રો પરથી મળતી માહિતી ભુજના ભીમરાવનગરમાં રહેતા એ ગઇકાલે બપોરે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતાં તેના ભાઇ તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.