કિડાણાનાં તળાવમાં ડૂબી જતાં યુવાનનું અકાળે મોત
ગાંધીધામ શહેરના સુંદરપુરીમાં રહેનાર યુવાન કિડાણાના તળાવમાં નહાવા જતાં ડૂબી જવાથી જીવ ખોયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી શહેરના સુંદરપુરી વાલ્મીકિવાસમાં રહેનાર ગત તા. 21/10ના સાંજે નીકળી અને કિડાણાના તળાવ બાજુ ગયો હતો જ્યાં તે તળાવમાં નહાવા જતાં પાણીમાં ગરકાવ થયો હતો. તે તળાવમાંથી બહાર ન નીકળતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. દરમ્યાન તા. 22/10ના આ યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજીબાજુ મીઠીરોહરમાં તળાવ પાસેથી 30 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી.વધુ એક બનાવ મીઠીરોહરમાં ગત તા. 22/10ના બપોરના અરસામાં બહાર આવ્યો હતો. અહીં આવેલી એમ.કે. કંપની નજીક તળાવની પાળેથી 30 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ લાશને રામબાગ હોસ્પિટલ લઇ જવાઇ હતી. આ યુવાન કોણ છે અને તેનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની તપાસ બી-ડિવિઝન પોલીસે હાથ ધરી છે.