કોઠારા ધોરીમાર્ગ પરની હોટેલ પરથી ગાંજા સાથે ઈસમ જબ્બે

અબડાસા તાલુકાના કોઠારાથી આગળ ધોરીમાર્ગ પરની હોટેલ પરથી માદક પદાર્થ ગાંજા સાથે એક આરોપી ને પોલીસે ઝડપી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી ગઇકાલે રાત્રે કોઠારા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે કોઠારા-નલિયા ધોરીમાર્ગે કોઠારા બસ સ્ટેશનથી આગળ હોટેલ પર હાજર શખ્સ ને માદક પદાર્થ ગાંજો 27 ગ્રામ કિં. રૂા. 1353 અને એક મોબાઇલ કિં. રૂા. 5000 એમ કુલ્લે રૂા. 6,353ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી એનડીપીએસ એકટ ટીમે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઇ છે.