શરાબનો આરોપી ઝડપાયો

બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લાં આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાઈ ગયો છે.  પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતી તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ગાંધીધામમાં હોવાની બાતમી મળતાં એલ.સી.બી. ટીમે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આ આરોપી વિરુદ્ધ અગાઉ રાપર, સામખિયાળી, ભચાઉ અને આડેસર પોલીસ મથકે કુલ સાત ગુના નોંધાયેલા છે.