ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહીત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને ચેક કરવાની ડ્રાઇવ દ૨મ્યાન કામગીરી કરતી ગાંધીધામ એ ડીવીજન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન તથા જુગાર તેમજ શરીર સબંધી વિગેરે ગુનાઓમાં અગાઉ સંદાવાયેલ આરોપીઓને તેઓના રહેણાંક તથા આશ્રય સ્થળની તથા હાલની પ્રવૃત્તિઓ બાબતે તપાસ કરવા ડ્રાઇવનું આયોજન કરી આવા પ્રકારના ગુનાઓને અટકાવવા તથા મોડી રાત્રી સુધી બેસી રહેતા અસમાજીક તત્ત્વો વિરૂધ્ધ કાયદેસરની કરવા સારુ ડ્રાઈવનું આયોજન કરેલ હોઈ જે અન્વયે એમ.જે.રાઠોડ પોલીસ ઇન્સપેક્ટર ગાંધીધામ એ ડીવીજન પોલીસ સ્ટેશન નાઓએ ગાંધીધામ એ ડીવીજન પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ડ્રાઈવ દરમ્યાન અસરકારક કામાગીરી કરવા સુચના કરેલ હોઈ જે ડ્રાઈવ દરમ્યાન નીચે મુજબની કામગીરી કરેલ છે.