ટ્રેનમાંથી બિનવારસુ 37 હજારનો શરાબ મળ્યો:ગાંધીધામ 

ભગત કી કોઠીથી ગાંધીધામ આવેલી ટ્રેનમાં બિનવારસુ મળેલી વજનદાર બેગની રેલવે પોલીસે તપાસ કરતા તેમાંથી 37 હજારનો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. સૂત્રો પરથી મળતી માહિતી સવારે ગાંધીધામ રેલવે મથકે પ્લેટફોર્મ નં. 1 ઉપર ભગત કી કોઠીથી અહીં આવેલી ટ્રેનના એમ-7 કોચમાં એક ભારે બેગ બિનવારસુ હાલતમાં રેલવે પોલીસને મળતા પંચોની હાજરીમાં તેને ખોલતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી શરાબની બોટલો તથા બિયરના ટીન એમ કુલ્લે રૂા. 37,140નો શરાબ તથા એક હજારની બેગ એમ કુલ્લે રૂા. 38,140નો મુદામાલ પોલીસે જપ્ત કરી તપાસ હાથ ધરી છે.