અંજારનાં મકાનમાંથી 2.71 લાખના માદક પદાર્થ સાથે ઈસમની અટક

અંજારના નવાનગર લાકડા બજાર નજીક આવેલા એક મકાનમાં પોલીસે છાપો મારી રૂા. 2,71,700ના ગાંજા સાથે શખ્સને પકડી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી માલ આપનારનું નામ બહાર આવ્યું હતું. અંજારના નવાનગર લાકડા બજારમાં રહેનાર મૂળ નવી દુધઇના શખ્સે પોતાના કબજાનાં મકાનમાં માદક પદાર્થ રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગઇકાલે કાર્યવાહી કરી હતી. ઇશ્વર કાપડીનાં મકાનમાં ભાડેથી રહેતા આરોપી ને પોલીસે  ઝડપી તેને સાથે રાખી મકાનની તપાસ કરી હતી. આ મકાનમાં ઘરવખરીના સામાન પાસેથી કાળા રંગના ઝબલાં, નાની મોટી પ્લાસ્ટિકની ઝીપવાળી બેગ- મોટા ઝબલાંમાં માદક પદાર્થ મળી આવ્યો હતો. આ 7 બેગ, નવ કોથળી તથા 94 ઝીપબેગમાંથી કુલ 5,434 કિલો પદાર્થ મળી આવ્યો હતો. જેની રૂા. 2,71,700 કિંમત આંકવામાં આવી હતી. એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં આ પદાર્થ ગાંજો જ હોવાનું પ્રાથમિક પૃથક્કરણમાં બહાર આવ્યું હતું. આ જથ્થો શખ્સ આપી ગયો હતો અને પકડાયેલો વજન કાંટાથી વજન કરી નાની પડીકીઓ બનાવી ઇમરાનને પરત આપતો હતો અને આ તેનું વેચાણ કરતો હતો અને પેકિંગ કરવાના રૂા. 1000 વળતર પેટે આપતો હતો. હાથમાં ન આવેલા માંજોઠીને પકડી પાડવા આગળની કવાયત પોલીસે હાથ ધરી છે.