લૂલા ચોથીવાર બ્રાઝિલના રાષ્ટ્રપતિ

બ્રાઝિલમાં 81 વર્ષીય લુઇસ ઇનાસિયો લૂલા દ સિલ્વાએ પ્રારંભિક દોરમાં પાછળ રહ્યા પછી અંતિમ દોરમાં મેદાન મારતાં ચોથીવાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી હતી.સૂત્રો પરથી મળતી માહિતી પહેલા દોરમાં પાછળ રહેલા લૂલાને 45 ટકા અને બોલ્સોનારોને 47 ટકા મત મળ્યા હતા. અંતિમ રાઉન્ડ બાદ બોલ્સોનારોને 5.98 કરોડ એટલે કે 48 ટકા અને સિલ્વાને 6.4 કરોડ એટલે કે, બાવન ટકા મત મળ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ પરિણામે ઝટકો આપ્યો છે. લૂલાએ જેમને હાર આપી, તે ફલાવિયો બોલ્સોનારો ટ્રમ્પના સમર્થક છે. બીજી તરફ સિલ્વાની જીત ભારત માટે મહત્ત્વની લાભપ્રદ લેખાવાઇ રહી છે. બ્રાઝિલમાં 1989માં સીધી રાષ્ટ્રપતિ ચૂંટણી શરૂ થઇ હતી. ત્યારબાદ એવું પહેલી વાર થયું છે કે, પહેલા રાઉન્ડમાં પાછળ રહેનાર ઉમેદવારે છેલ્લા તબક્કામાં જીત મેળવી હોય. લૂલાની રાજકીય સફર ભારે ઉતાર-ચડાવ ભરેલી રહી છે. 2018માં ભ્રષ્ટાચારના મામલામાં તેમને જેલમાં જવું પડયું હતું. ગરાન્દુન્સમાં 27 ઓકટોબર, 1945ના દિવસે મજૂર પરિવારમાં જન્મીને સર્વોચ્ચ પદ સુધી સફર ખેડનાર લૂલા ફરી 2022માં ચૂંટણી લડીને રાષ્ટ્રપતિ બન્યા હતા.