લુણી નજીકથી માદક પદાર્થ સાથે છકડાચાલકની અટક

મુંદરા તાલુકાના લુણી ગામ નજીકના ચેકપોસ્ટ પર એક છકડાચાલક પાસેથી પોલીસે રૂા. 4150નો ગાંજો જપ્ત કર્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી લુણી ચેકપોસ્ટ ઉપર મુંદરા મરીન પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી હતી, દરમ્યાન મુંદરા બાજુથી આવતા છકડા ને રોકાવાયો હતો. ચાલક અબ્દુલ લધા કુંભારને તપાસી બાદમાં છકડાની તલાશી લેવાતાં ચાલકની સીટ નીચેથી માદક પદાર્થ મળ્યો હતો. રૂા. 4150નો 83 ગ્રામ આ પદાર્થ ગાંજો હોવાનું એફએસએલ અધિકારીએ પ્રાથમિક પૃથક્કરણમાં  કહ્યું હતું. આ શખ્સે માદક પદાર્થ મુંદરા નદીનાકા પાસે અજાણ્યા શખ્સ પાસેથી લીધો હોવાનું બહાર આવ્યું હતું.