મોડવદરની કંપનીમાંથી 1.80 લાખના બેરિંગની તફડંચી

અંજાર તાલુકાના મોડવદર ગામની સીમમાં આવેલી એક કંપનીમાં ઘૂસી નિશાચરોએ રૂા. 1,80,000ના રોલર બેરિંગની તફડંચી કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી આદિપુરના ડી.સી.-પાંચ વિસ્તારમાં રહેનાર ફરિયાદી યુવાન ભાગીદારીમાં મોડવદર ખાતે ઇકોગ્રીન ફ્યુલ પ્રા. લિમિટેડ નામની કંપની ચલાવે છે. ફરિયાદી સવારે ભાગીદારો સાથે કંપનીમાં ગયા હતા ત્યારે ટ્રાન્સફોર્મરની બાજુમાં રાખેલા રોલર બેરિંગ ન દેખાતાં તપાસ કરાઇ હતી. બાદમાં સી.સી.ટી.વી. કેમેરામાં તપાસ કરાતાં નિશાચરો મોડીરાત્રે ઘૂસી અને રોલર બેરિંગ નંગ-30 કિંમત રૂા. 1,80,000ની ચોરી કરીને લઇ જતા નજરે પડયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.