મત બચાવો દેશ બચાવો અભિયાન અંતર્ગત મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી સુનીલ કેદારજી ની ઉપસ્થિતમાં કચ્છ જીલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ”

“ ૨૦૧૮માં અતીવૃસ્ટી સમયે ગુજરાતના ખેડૂતો ને ૪૪ હજાર ચૂકવ્યા અને ૨૦૨૬માં દુષ્કાળ જાહેર કરીને બે હેક્ટર દીઠ ૧૭ હજાર ની જાહેરાત કરી સરકારએ ખેડૂતને લોલીપોપ આપી” – વી.કે.હુંબલ

“ જીલ્લા કોંગ્રેસ સંગઠન ને વધુ મજબૂત તેમજ ૨૦૨૭ ને લક્ષ્ય જીતવા કારોબારી યોજી”

“ કચ્છની પ્રજાના પ્રાણ પ્રશ્નો માટે લડવા કોંગ્રેસ નો કાર્યકર સજજ”-વી.કે.હુંબલ

કચ્છ જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા કારોબારી બેઠક ભુજ લોહાણા સમાજવાડી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા નિયુક્ત થયેલ પ્રભારી તથા મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી શ્રી સુનીલ કેદારજી, જીલ્લા પ્રમુખ વી.કે.હુંબલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ સેલ ના પ્રમુખ શ્રી મહેશ રાજપુત ની અધ્યક્ષતા માં યોજાઈ જીલ્લાભર માંથી આગેવાનો, હોદેદારો, કાર્યકરો, ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કારોબારી બેઠકની શરૂઆત વંદેમાતરમ ગાન થી શરૂ કરવામાં આવ્યું હતું કારોબારી બેઠકનું સ્વાગત પ્રવચન જીલ્લા ના પ્રમુખ વી.કે.હુંબલે કર્યું હતું. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુંબલ કારોબારીને સંબોધતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નેતા રાહુલજી સતત “મત બચાવો દેશ બચાવો”, “લોકશાહી બચાવો”, “સંવિધાન બચાવો” જેવા આંદોલનો કરી દેશની જનતા ને એકતા, અખંડીતા, ભાઈચારો જોડી રાખવા રાહુલ જી સતત પ્રયાશો કરી રહ્યા છે. રાહુલજી બંધારણીય અધિકાર મતદાન આપ્યો છે સામાન્ય નાગરિક પણ સરપંચ થી સંસદ સુધી પોતાના મત નો ઉપયોગ કરી સરકાર અને સારા નેતા ની પસંદગી કરી શકે તે હેતુ થી બંધારણમાં આ જોગવાઈ અને કાયદો છે પણ ભારતીય જનતા પાર્ટી શામ, દંડ, ભેદ ની નીતિ અપનાવી દેશ ની જનતા ને ગુમરાહ કરી રહી છે. ત્યારે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજી તથા ઇન્ડિયા ગઠબંધની સાથી પાર્ટીઓ મુખ્ય કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે તે માંગ સાથે સતત આંદોલનો કરી રહ્યા છે. અને સત્ય ની જીત થશે તે નિશ્ચિત છે વધુમાં શ્રી હુંબલે જણાવ્યું હતું કે જીલ્લાની પરિસ્થિતિ હાલમાં વિકટ છે સરકારે અછત વર્ષ જાહેર કર્યું છે ત્યારેકચ્છી પ્રજા ને જળ સંકટ થવાનો છે ત્યારે સરકાર આગળ આવી આ ક્ષેત્રે કામ કરે તે જરૂરી છે. મહારાષ્ટ્ર ની ભાજપ સરકાર ખેડૂતો ના લેણા માફ કરી શકે તો ગુજરાતની ભાજપ સરકાર કેમ નહિ? શ્રી હુંબલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ૨૦૧૮ માં અતિવૃષ્ટી નો સમયગાળો હતો ત્યારે ત્કાલીન ભાજપની રાજ્ય સરકારએ ખેડૂતોને બે હેક્ટર દીઠ ૪૪,૦૦૦/- રૂપિયાનું ચુકવણું કર્યું હતું આજ ભાજપ સરકારે દુષ્કાળ વર્ષ જાહેર કરી બે હેક્ટર દીઠ ૧૭,૦૦0/- રૂપિયાની જાહેરાત કરી ખેડૂતો ને સરકારે નવી લોલીપોપ આપી હોય એવો આક્ષેપ શ્રી હુંબલે કર્યો હતો વધુમાં શ્રી હુંબલે સરકારને ખેડૂતના 3,૦૦,૦૦૦/- રૂપિયા લેણા માફ કરવા સરકારને અનુરોધ કર્યો છે. શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ, વીજ લાઈન, રોજગાર, મોંઘવારી, ખેડૂતો, યુવા મહિલા જેવા અનેક

મુદ્દાઓ કચ્છ જીલ્લાના છે આ તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષ મજબૂતી થી લડાઈ લડશે તેમજ પ્રજાના પ્રાણ પ્રશ્ન મુદ્દે સરકાર સમક્ષ ન્યાય આપવશે તેવી શ્રી હુંબલે જણાવ્યું હતું.

શ્રી સુનીલ કેદાર રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે છેલ્લા ૩૦ વર્ષ થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે ગુજરાતના ખેડૂતો, મહિલાઓ, યુવાઓ, આરોગ્ય, શિક્ષણ જેવી કેટલીએ પરિસ્થિતિઓ ની ગુજરાતની જનતા સામનો કરી રહી છે. વધુ માં ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ૩૦ વર્ષ થી રાજ્ય માં કોંગ્રેસ નું શાસન ન હોવા છતા પણ જીલ્લા, તાલુકા/શહેર અને બુથ લેવલ સુધી કોંગ્રેસ ના કાર્યકરો પક્ષ માટે ઝજુમી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ હજી વધુ સંગઠન મજબુત બનાવે તો કોંગ્રેસ સતા થી દુર નથી અને આપને ૨૦૨૭માં ગુજરાતના વિધાનસભાના કોંગ્રેસના ચિહ્ન વાળો ઝંડો લહેરાવીએ દિવસ દુર નથી ૧ નવેમ્બર રામલીલા મેદાન દિલ્લી ખાતે યોજાનારી મત બચાવો દેશ બચાવો તેમજ સવિધાન બચાવો રેલીમાં કચ્છ સહીત ગુજરાત ની જનતા ને હજારો ની સંખ્યામાં જોડાવવા અપીલ કરી હતી તેવું શ્રી કેદારે જણાવ્યું હતું. શ્રી મહેશ રાજપૂત, પૂર્વ પ્રમુખ શ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા, શ્રી નીતેશ લાલણ, ભરત સોલંકી, કલ્પના જોષી, ભરત ગુપ્તા, કિશોરદાન ગઢવી વિગેરે આગેવાનો મંચસ્થ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારી નું સંચાલન જીલ્લા ના ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજા એ કર્યું હતું. કાર્યક્રમ ની આભારવીધી શહેર કોંગ્રેસ ના પ્રમુખ કિશોરદાન ગઢવી એ કરી હતી કારોબારીની આયોજન વ્યવસ્થા ગની કુંભાર, લાખાજી સોઢા કરી હતી. આ કારોબારી બેઠકમાં સીનીયર આગેવાનો, જીલ્લા સમિતિના હોદેદારો, તાલુકા શહેર ના પ્રમુખો, સેલ પાંખના પ્રમુખો, ચુંટાયેલા પ્રતિનીધીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેવું જીલ્લા કોંગ્રેસ સમિતિની યાદી એ જણાવ્યું હતું.