સમયસર રેફરલ અને યોગ્ય કાઉન્સેલિંગથી માતાના જીવનની સુરક્ષા માટે PHC કેરા ટીમની સરાહનીય કામગીરી

કચ્છ જિલ્લાના ભુજ તાલુકા હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) કેરા ખાતે પ્રસૂતિ બાદ ગંભીર સ્થિતિમાં રહેલી વેરી હાઈ રિસ્ક માતાને સમયસર ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ કરાવવા માટે આરોગ્ય ટીમ દ્વારા સતર્કતા, જવાબદારી અને સંવેદનશીલતા સાથે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી પ્રસૂતિ બાદની માતા (PNC)ને વધુ પ્રમાણમાં રક્તસ્રાવ થતો હોવાનું જણાયું હતું. સાથે જ તેમનો HBsAg રિપોર્ટ રિએક્ટિવ આવ્યો હતો અને હિમોગ્લોબિન (Hb)નું પ્રમાણ માત્ર ૪.૫ ગ્રામ પ્રતિ ડેસિલિટર (g/dL) જેટલું અત્યંત ઓછું હતું. માતાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વિલંબ કર્યા વિના ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવી જરૂરી હતી.
આ પરિસ્થિતિમાં PHC કેરા ટીમ દ્વારા માતા તથા તેમના પરિવારજનોને સ્થિતિની ગંભીરતા સમજાવી યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. સમયસર રેફરલનું મહત્ત્વ સમજાવી, PHCની એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે રેફર કરવામાં આવ્યા હતા જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે માતાને જરૂરી સારવાર મળી રહે તે માટે તાત્કાલિક લોહી ચઢાવવાની (Blood Transfusion – BT) વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા ડૉ. જિગ્નાબેન ઉપાધ્યાય તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કામગીરી દરમિયાન PHC કેરા ટીમ દ્વારા માતાની સ્થિતિનું સમયસર મૂલ્યાંકન, પરિવારજનોને યોગ્ય સમજણ અને માર્ગદર્શન તથા ત્વરિત રેફરલને પ્રાથમિકતા આપવામાં આવી હતી. પ્રસૂતિ બાદ વધુ રક્તસ્રાવ અને હિમોગ્લોબિનનું અત્યંત ઓછું પ્રમાણ માતાના જીવન માટે જોખમી બની શકે છે. આવા સંજોગોમાં સમયસર યોગ્ય આરોગ્ય સંસ્થામાં પહોંચાડીને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે આ કામગીરીમાં મેડિકલ ઓફિસર ડૉ. ધવલ, આયુષ મેડિકલ ઓફિસર ડૉ. યસ્મિતાબા, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર (FHS) કુંજલબેન, એ.એન.એમ. પલ્લવીબેન તથા આશા કાર્યકર સંગીતાબેનનો મહત્ત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. ટીમના સંકલિત પ્રયાસો, સમયસર નિર્ણય અને યોગ્ય કાઉન્સેલિંગના પરિણામે માતાને ઉચ્ચ કક્ષાની સારવાર સુધી પહોંચાડવાની કામગીરી સુચારુ રીતે હાથ ધરવામાં આવી હતી માતા મરણ નિવારણ માટે ગર્ભાવસ્થા દરમિયાન તેમજ પ્રસૂતિ બાદ વેરી હાઈ રિસ્ક માતાઓની સમયસર ઓળખ, નિયમિત દેખરેખ, જોખમી લક્ષણોની તાત્કાલિક નોંધ, પરિવારજનોનું યોગ્ય માર્ગદર્શન અને જરૂરિયાત મુજબ ઉચ્ચ કક્ષાની આરોગ્ય સંસ્થામાં રેફરલ કરવું અનિવાર્ય છે PHC કેરા ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી પ્રાથમિક આરોગ્ય સેવાઓમાં કાર્યરત આરોગ્યકર્મીઓની સતર્કતા, સેવાભાવ, જવાબદારી અને સંકલિત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે. સમયસર ઓળખ, યોગ્ય કાઉન્સેલિંગ અને ત્વરિત રેફરલ માતૃ આરોગ્યની સુરક્ષા તથા માતા મરણ નિવારણ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે