વાંકુ ગામે બસ સ્ટેશન પાસે ગેરકાયદે બાંધકામ હટાવાયું

image

અબડાસા તાલુકાના જખૌ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વાંકુ ગામે બસ સ્ટેશન નજીક અસામાજિક તત્ત્વ દ્વારા કરવામાં આવેલું ગેરકાયદે કોમર્શિયલ દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. સૂત્રો પરથી મળતી માહિતી   સમગ્ર કચ્છમાં સરકારી જમીન પર થયેલી પેશકદમી દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે અબડાસામા એક નાનકડા ગામમાં ધાક બેસાડતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અબડાસા દબાણ શાખાના નાયબ મામલતદાર આર.વી. બારોટ, માર્ગ અને મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટ હરક્ષિત ગોસ્વામી તેમજ જખૌ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પી.આઇ. આર. જે. ગોહિલની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. યોગ્ય પોલીસ બંદોબસ્ત સાથે આ સમગ્ર કામગીરી કોઈપણ અનિચ્છનીય બનાવ વગર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.