જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ : આજ રોજ પૂર્વ કલેકટર કચ્છ શ્રી આનંદ પટેલ કે જેઓ હાલ કમિશ્નર, શાળાઓની કચેરી પદે આરૂઢ છે તેમજ કચ્છ ના પ્રભારી છે, કચ્છની મુલાકાતે છે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભ ભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે યોજવામાં આવેલ રન ફોર યુનિટી માં હાજરી આપી અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. હતા. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર સાહેબ દ્રારા કચ્છના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે આવેલ પરિવર્તન અંગે કમિશ્નરશ્રીને અવગત કરવામા આવ્યા. ટીમ એજ્યુકેશન કચ્છ દ્વારા શ્રી પટેલને આવકારવામાં આવ્યા હતા.
▪️︎ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને સમગ્ર શિક્ષા તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજની બેઠકમાં ઉપસ્થિત બી.એડ. તાલીમાર્થીઓને માનવીય મૂલ્યો થકી જ આદર્શ વ્યક્તિનુ નિર્માણ શક્ય છે તેવું જણાવી શ્રી આનંદ પટેલે એ દિશામા આગળ આવવા ટકોર કરી હતી. તેઓએ ધોરણ 10 અને 12 નાં ઉત્કૃષ્ટ પરિણામો બદલ શિક્ષણ તંત્રને અભિનંદન પાઠવ્યાં હતાં, તેમજ બેક ટુ સ્કૂલ, શાળા તપાસ કાર્યક્રમ, પરખ કાર્યક્રમ જેવી યોજનાઓ નાં સુંદર અને સમયબદ્ધ અમલીકરણ માટે સરાહના કરી હતી. આજની આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના સિનિયર લેક્ચર શ્રીમતી દક્ષાબેન મહેતા, અન્ય અધ્યાપકો તેમજ સમગ્ર સ્ટાફ, પી. એમ. પોષણ યોજના ના અધિકારી શ્રી ડી. એન. લહુઆ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક સર્વ શ્રી પૃથ્વીરાજ સિંહ ઝાલા, મહેશ દાન ગઢવી, કંચન બેન કૂકસાલ, અશ્વિન સિંહ વાઘેલા, સર્વે મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રીઓ અને બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.