નખત્રાણા મોટા ની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ફાળવેલ જમીન પર થયેલ ગે.કા દબાણ દૂર કરાયું

નખત્રાણા તાલુકાના મોજે:-નખત્રાણા મોટા ની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ફાળવેલ જમીન સ.નં.૪૫૦/પૈકી ૧૪૩ ના ક્ષેત્રફળ ૪૦૪૭ ચો.મી. માં થયેલ દબાણ બાબતે નખત્રાણા નગરપાલિકા ટીમ દ્વારા સદરહું દબાણ વાળી કુલ જમીન ૪૦૪૭ યો.મી. જેની જંત્રી/બજાર કિંમત મુજબ કિંમત કુલ રૂ.૬૦,૭૫,૫૦૦/- (અંકે રૂપિયા સાઈઠ લાખ પંચોત્તેર હજાર પાંચસો પુરા) થાય છે.
માન.કલેકટરશ્રી, કચ્છ-ભુજ તથા માન.પ્રાંત અધિકારીશ્રી નખત્રાણાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા નગરપાલિકાની ટીમ દ્વારા સદરહું દબાણ વાળી જમીન પર આજ તા.૨૫/૧૦/૨૦૨૬ ના રોજ ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવેલ છે અને સદરહું દબાણ વાળી જમીનનો નગરપાલીક હસ્તક કબ્જો લેવામાં આવેલ છે.