કિડાણામાં પાંચ આરોપીઓ ત્રણ લોકો પર હથિયારોથી હુમલો

અહીંના કિડાણામાં મેસેજ કરવા મુદ્દે સમજાવવા જતાં પાંચ શખ્સે ધારિયા, ધોકા વડે હુમલો કરતાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.સૂત્રો પરથી મળતી માહિતી કિડાણામાં રહેનાર એ આ બનાવ અંગે ફરિયાદ કરી હતી. પાંચેક દિવસ પહેલાં શખ્સે મેસેજ કરી એક પરિણીતા અંગે પૂછતાં ફરિયાદીના પિતા આરોપીના ઘરે ગયા હતા, જે અંગે ફરિયાદીને ફોન કરી તારા પિતા મારા ઘરે ગયા હતા હવે હું શું કરું છું તેમ કહી ધમકી આપી હતી. બાદમાં ફરિયાદીના પરિવારજનોએ ઝઘડો ન કરી સમાધાન કરવાની વાત કરી હતી. મોટાપીર ચોકમાં સમાધાન માટે બોલાવાયો હતો, જ્યાં ફરિયાદી તથા તૌશિક અને તેના કાકા ઊભા હતા, ત્યારે આરોપી બલેનો કારમાં ત્યાં આવ્યા હતા. આ આરોપીઓએ ધારિયા, ધોકા વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં રાડારાડ થતાં આરોપીઓ નાસી ગયા હતા. ગત રાત્રે બનેલા આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.