ભુજમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ 4.46 લાખની રોકડ સાથે જપ્ત

ભુજ શહેરની ઓધવ વંદના સોસાયટીમાં ઘરની પાછળ ખુલ્લા વરંડામાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચને પોલીસે ઝડપી પાડયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી ભુજ એ-ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે બપોરે ચાર વાગ્યાના અરસામાં પોલીસે ઓધવ વંદના સોસાયટીમાં આવેલી કરિયાણાની દુકાન પાસેનાં ઘરની પાછળના ખુલ્લા વરંડામા દરોડો પડયો હતો. ગંજીપાના વડે જુગાર રમતા ને રોકડા રૂપિયા 4,34,600 તથા 17,000ની કિંમતના પાંચ મોબાઇલ મળીને કુલ 4,51,600ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. તેમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.