ત્રણ આરોપી ગેરહાજર : ગાંધીધામમાં 63 હજારનો દારૂ જપ્ત
ગાંધીધામ શહેરના જૂની સુંદરપુરી વિસ્તારમાં આવેલા બે મકાનમાં એલસીબી અને સ્થાનિક પોલીસે બે જુદી-જુદી કાર્યવાહી કરીને રૂા. 63,535નો દારૂ જપ્ત કર્યો હતો, પરંતુ ત્રણમાંથી એકેય આરોપી ઘરે હાજર નહોતા. શહેરના જૂની સુંદરપુરીમાં રહેનાર શખ્સે ના કબજાના મકાનમાં દારૂ સંતાડી રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે એલસીબીએ આ મકાનમાં છાપો માર્યો હતો અને આ મકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડના 180 મિ.લિ.ના 176 ક્વાર્ટરિયા તથા 47 બિયરના ટીન એમ કુલ રૂા. 40,315નો દારૂ જપ્ત કરાયો હતો. બીજીબાજુ સ્થાનિક પોલીસે પ્રથમ શખ્સ પોતાના કબજાના મકાનમાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. એલ.સી.બી.ની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી અને આ શખ્સના મકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડના ક્વાર્ટરિયા, બોટલો, ટીન એમ કુલ 99 નંગ કિંમત રૂા. 23,220નો દારૂ જપ્ત કર્યો હતો. આશ્ચર્ય વચ્ચે આ ત્રણેય આરોપી પૈકી એકેય શખ્સ હાજર મળ્યા ન હતા.