મોટા સલાયામાં હુમલા અંગે સામા પક્ષે માર માર્યાની ફરિયાદ
ગત તા. 29/10ના રાતે માંડવીના મોટા સલાયામાં વડીલોપાર્જિત મિલકત સંબંધે બે પક્ષો વચ્ચે થયેલી મારામારી અને હુમલાના બનાવમાં સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે.સૂત્રો પરથી મળતી માહિતી મોટા સલાયાના એ માંડવી મરીન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વડીલોપાર્જિત મકાનમાં સાફસફાઈ કરતા હતા, આથી આરોપીઓએ ના પાડી તેને તથા સાહેદને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.