ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુ ગુમ થયાનો ગંભીર આક્ષેપ સામે આવતા ચકચાર મચી છે
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુ ગુમ થયાનો ગંભીર આક્ષેપ સામે આવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, મિરજાપરના રહેવાસી નોડે નઝીરાબાઈ ઇલિયાસને પ્રસૂતિ માટે પ્રથમ લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરિવારના જણાવ્યા અનુસાર જી.કે. જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુનો જન્મ થયો હતો, પરંતુ બાદમાં બાળક ગુમ થઈ ગયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો હતો.
આ ઘટનાની માહિતી મળતા મુસ્લિમ સમાજના આગેવાનો તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની પારદર્શક તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.