ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ મેફેડ્રોન સાથે એક ઇસમને પકડી પાડતી આદિપુર પોલીસ

image

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા તથા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત આદિપુર વિસ્તારમાં ખાસ કરીને યુવા પેઢીમાં વધતા જતા નશાના વલણને રોકવા સારૂ નાર્કોટીકસ પદાર્થોનુ ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઇશમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ ત૨ફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.એન.કરંગીયા નાઓ દ્વારા આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ ક૨વા જણાવેલ હોય દ૨મ્યાન મળેલ બાતમી આધારે નિખીલ માંગેલાલ ગેહલોત ૨હે. ભકિતધામ સોસાયટી, મેઘપર બોરીચી, તા.અંજારવાળો પોતાની એકસેસથી એન.ડી.પી.એસ. માદક પદાર્થ સાથે આદિપુર પ્રભુદર્શન હોલ પાસે આવનાર છે અને ગેર કાયદેસર રીતે નશીલા માદક પદાર્થ મેફેડ્રોનને વેચાણ કરવા સારૂ પોતાના કબ્જામાં રાખેલ હોવાની હકિકત આધારે પોલીસ ટીમ દ્વારા રેઈડ કરી ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ મેફેડ્રોન વજન ૨.૯૦૦ મીલી ગ્રામ સાથે આરોપીને પકડી પાડી નશીલા માદક પદાર્થ મેફેડ્રોનને કબ્જે કરી આરોપીની ધ૨પકડ કરી તેના વિરૂધ્ધ NDPS Act (ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) મુજબ આદિપુર પોલીસ સ્ટેશન ગુના નંબર-૧૧૯૯૩૦૦૨૨૬૦૮૧૭/૨૦૨૬ એન.ડી.પી.એસ. કલમ ૮(સી),

૨૨(બી) મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધ૨વામાં આવેલ છે