ખેડૂતો, પશુપાલકો અને મહેનતકશ વર્ગના પ્રશ્નોના ઉકેલ માટે AAP દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

ભારતીય કિસાન સંઘ, ભુજ તાલુકા દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે ભુજના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં ભુજ તાલુકાના ખેડૂતોને ભોંયરેવેલ માટે બે ગુણો મંજૂર કરવા, સરકાર દ્વારા અપાયેલી જમીન ખેડૂતોના નામે મંજૂર કરવાની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા તેમજ દુકાળગ્રસ્ત ખેડૂતોને સરકારશ્રી દ્વારા જલદી રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.ભારતીય કિસાન સંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે ભુજ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણીની અછત હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત સરકાર દ્વારા અગાઉ ફાળવાયેલી જમીનના મંજૂરીના પ્રશ્નો પણ લાંબા સમયથી બાકી છે. ચાલુ વર્ષે વરસાદ ઓછો હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હોવાનું જણાવી તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.સંઘે જિલ્લા તંત્રને ખેડૂતોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરી છે.