કોરાવાઢ નજીક ત્રણ રસ્તા પાસે સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી

image

દયાપર, લખપત તાલુકા:

આજરોજ સાંજે 6:30 કલાકે દયાપર હાઇવે પર કોરાવાઢ નજીક ત્રણ રસ્તા પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક નજીકની CHC હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં ફરજ પર હાજર ડૉ. નિખિલે તપાસ બાદ ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ બીટિયારી ગામના જત ઇસ્માઇલ તરીકે થઈ છે. તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી.

નાની ઉંમરે યુવાનનું અકસ્માતમાં કરુણ મોત થતાં બીટિયારી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. પરિવારજનો અને સ્વજનોમાં ભારે દુઃખનો માહોલ છવાયો છે.

અકસ્માાતની જાણ થતાં દયાપર પોલીસ સ્ટેશનના UHC સામળભાઈ બી. ચૌધરી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.