અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની અંગે

જય ભારત સાથે ઉપરોક્ત વિષયે અન્વયે જણાવવાનું કે વાયોર ગામમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની આવેલ છે. તેમજ ફુલાય ગ્રામ પંચાયતનાં વાઘાપધ્ધર, ફુલાય,ભોઆ તથા સારંગવાડા ની સીમમાં કંપની તેમજ કંપનીની માઇન્સ આવેલ છે.
જે અન્વયે જણાવવાનું કે અલ્ટ્રાટેક કંપની દ્વારા સિમેન્ટનાં ઉત્પાદન કરતાં આસપાસનાં વિસ્તારમાં ધુળ ઉડે છે.જે સ્વાસ્થને નુકશાનકારક થાય છે.ઉપરોક્ત આસપાસનાં ખેતીનાં જમીનને પણ નુકશાન થાય છે.આ ધુળથી ડમરીઓથી ઉભા પાકને નુકશાન થાય છે.
ફુલાય ગામની સીમમાં અલ્ટ્રાટેકની માઇન્સ આવેલ છે.જેમાં કંપની દ્વારા સિમેન્ટ નો વેસ્ટ માલ નાખવામાં આવે છે.જે પર્યાવરણને નુકશાનકારક છે.
અલ્ટ્રાટેક કંપની દ્વારા સરકારશ્રીનાં નિયમ મુજબ સ્થાનીક લોકો ને રોજગારી આપવાની થાય છે.પરંતુ કંપની દ્વારા યુ.પી. તથા બિહારનાં લોકોને કોંટ્રાક્પર રાખી તેમજ લેબર કોંટ્રાક આપીને લોકોનું શોષણ કરવામાં આવે છે.ગામની સીમમાં આવેલા લીંભારા તળાવમાં કંપની દ્વારા કંપની નો વેસ્ટ તેમજ ખરાબો ફેંકવામાં આવે છે.જેનાથી પાણી દુષીત થાય છે. અને સીમમાં પશુઓને પીવા લાયક પાણી થતું ન હોઇ પશુઓનાં ચર પાણી પીવાનાં કારણે પશુઓને હાની થાય છે.ઉપરાંત કંપની માં આવેલ મોટી-મોટી ગાડીઓ દ્વારા ભરપુર સ્પીડમાં ચલાવવામાં આવતા ગામનાં પશુઓનું અક્સમાત મૃત્યુ થાય છે.જેનું કોઇ વળતર કંપની દ્વારા આપવામાં આતું નથી.જેથી ગૌમાતા તેમજ પશુપાલોકોને નુકશાન થાય છે.જેથી ગૌરક્ષકોમાં રોષની લાગણી છે.
८.०१/११/
ગ્રામ પંચાયત દ્વારા કંપની ને નોટિસ મોકલી મિલકત વેરો ભરપાઈ કરવા વારંવાર કહેવામાં આવેલ છે.છતાં હજુ સુધી તેમના દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવેલ નથી.તેમના પ્રત્યુતરમા કંપની સી. એસ. આર ફંડ માંથી ગામ મા વિકાસ ના કામો કરવાનું જણાવે છે પરંતુ આજ સુધી કોઈ કામો કર્યા નથી.કંપની દ્વારા પંચાયતે નક્કી કરેલો મિલકત વેરો ભરપાઈ કરવામાં આવે તો ફુલાય ગ્રામ પંચાયતમાં આવતા તમામ ગામો ફુલાય,વધાપધ્ધર,સારંગવાડો અને ભોઆ મા વિકાસ ના કામો અને લોક સુખાકારી ના કલ્યાણકરી કામો થઈ સકે.જો કંપની દ્વારા આ વેરો નોટિસ આપેલ સામે મર્યાદા મા ભરપાઈ કરવામાં ન આવે તો ગામ લોકો દ્વારા કંપની સામે કડક પગલાં લેવાનો આગ્રહ છે.જે બાબતે આપનો સહકાર મળવા વિનંતી છે.
કંપની દ્વારા ફુલાય ગામના સીમમાં બાઉન્ડ્રી બનાવવામાં આવેલ છે.જેના માટે પંચાયતની કોઈ પ્રકારની બાંધકામ મંજૂરી લેવામાં આવેલ નથી.જે અંગે વારંવાર નોટિસ આપવા છતાં તેમના કંપની દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુતર આપેલ નથી જેથી ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૪ મુજબ કાર્યવાહી અર્થે સરકારી તંત્રનો સહકાર મળવા વિનંતી છે.
કંપની દ્વારા હાલમાં જ સર્વે નં ૩૭/પૈકી ૧ જે ખેતી ની જમીન છે.જેના ૭/૧૨ હાલ ખેતીની જમીન દર્શાવે છે.જેના પર કંપની દ્વારા બિન ખેતી કરાવ્યા વિના અને નગર નિયોજન પાસે નકશા મંજૂર કરાવ્યા વિના તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા નકશા પ્રમાણિત કરાવ્યા વિના વિન્ડફાર્મ-પવનચક્કીનું બાંધકામ કરવામાં આવેલ છે.જે શરતભંગ થાય છે જે અંગે નાયબ કલેકટર સાહેબને બાંધકામ ચાલુ હતું ત્યારે તા.૨૮/૦૧/૨૦૨૫ ના રોજ પત્ર દ્વારા જાણ કરેલ હતી.જે બિડાણ મા સામેલ છે.કંપની દ્વારા તાજેતર મા વિન્ડફાર્મ-પવનચક્કી અને સોલાર પ્લાન્ટ કોઈ પૂર્વ મંજૂરી, નગર નિયોજન નકશા પ્રમાણિત કર્યા વિના બનાવેલ છે.જે ફાઇલ પંચાયત દ્વારા આધુરાશ પૂર્ણ કરવા પરત કરવામાં આવેલ છે.જે આજ દિન સુધી પૂર્ણ કરેલ નથી જેથી તે તમામ પર ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૪ મુજબ કાર્યવાહી કરવા સરકારી તંત્ર નો સંપૂર્ણ સહકાર મળવા વિનંતી છે.
ની આ-
સરકારશીનાં નિયમ મુજબ કંપની દ્વારા સી.એસ.આર.ફંડ માંથી વિકાસકામો તેમજ સેવાકીય પ્રવૃતી કરવાની થાય છે.પરંતુ આજદિન સુધી કંપની દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી.જે અંગે આપ સાહેબશ્રી દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે.
ની તેમ
પં ધુળ
માં
ઉપરોક્ત તમામ બાબતો અન્વયે દિન ૧૫ માં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં અમો દ્વારા કંપની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.તેમજ જો પ્રશ્નો અને સમસ્યાઓ નો નિકાલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડસે.જે બાબતે આપ સાહેબશ્રી જાણ થવા તેમજ આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી થવા વિનંતી છે.